ગાંધીધામ,ભચાઉ જુગાર રમતા 10 ઇસમો ઝડપાયા
ગાંધીધામ શહેરના ચામુંડાનગરમાં તેમજ ભચાઉની જૂની શાકમાર્કેટ સામે પોલીસે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા 10 ઈસમોની અટક કરી લીધી હતી. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર સાંજના અરસામાં પોલીસે સાંઇબાબા મંદિરની સામે શેરીમાં ચામુંડાનગર ઝૂપડપટ્ટીમાં દરોડો પાડ્યો હતો, ત્યારબાદ જાહેરમાં જુગાર રમતા હરિ દીપચંદ ખત્રી, દિલબહાદુર ભક્તભુઠા ખત્રી, લક્ષ્મણ ધોરીલાલ બશ્નેલ, દુર્ગાબહાદુર ગંગારામ ડાંગી તથા પ્રેમબહાદુર, જંગબહાદુર પંતની અટક કરી લીધી હતી. તેમજ તેઓ પાસેથી રોક્ડ, 2 મોબાઈલ વગેરે મળી રૂ. 7,110 નો મુદામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. જુગારની અન્ય એક બનાવમાં ભચાઉ પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતું. કે, બપોરના અરસામાં પોલીસે જૂની શાકમાર્કેટ સામે રેડ પાડી હતી, જેમાં ઈસમ જુમા ભેજા ધાંચી, અનવર નુરમામદ સમેજા, મુજાફર ઉર્ફે સમીર લતીફશા દીવાન, રહીમ ઓસમાણ રાજા તથા મામદ નુરમામદ સમેજાની અટક કરી લીધી હતી.ઈસમ પાસેથી 4 મોબાઈલ, રોકડ મળી 5,100 નો મુદામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. તેમજ બધા શખ્સો સામે ગુનો નોંધી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.