ભુજમાં વરલી મટકનો જુગાર રમાડતા 2 શકુઓ પકડાયા
ભુજ શહેરમાં ચોરી છૂપીથી ગેરકાયદેસર પ્રવૃતિઓ ફૂલીફાલી હોય તેમ સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને અન્ય બ્રાંચો રેડ પાડી રહી છે. ભુજ શહેરના દાદુપીર રસ્તા પરથી આર આર સેલે વરલી મટકનો જુગાર રમાડતા 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. મામદ જુમા ગગડા અને હુશેનશા ઓસમાણશા શેખને વરલી મટકનો જુગાર રમાડતા પોલીસે રોકડ રૂ. 29,040 તથા ફોન નંગ 3, કિંમત રૂ. 10,500 સહિત કુલ રૂ. 39,540 પકડી પાડ્યા હતા. બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં ઇસમોઓ જુગાર રમાડી રહ્યા હોવાની બાતમી સેલના જવાનોને મળી હતી.