ભુજમાં અલગ-અલગ સ્થળોએથી તસ્કરો બે બાઇક ચોરી ગયા
ભુજ શહેરમાં ફરી વાહનચોર ટોળકી સક્રિય થઈ હોય તેમ વાહનચોરીની ઘટના નોંધપાત્ર રીતે વધી રહી છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનનીહદમાં સંસ્કારનગર અને ઇંજિનિયર કોલેજ રસ્તા પર આવેલી હોસ્પિટલની બહારથી બાઈકની તસ્કરી થઈ હતી. સંસ્કારનગરમાં શિવમ કોટેજિસ મકાન નં 54/1 ની બહારથી હર્ષ કાંતિલાલ રાઠોડની જીજે 12 બી એન 1227 નંબરની મોટરસાયકલ તથા ડો. દિપક સુથારની હોસ્પિટલ બહાર પાર્ક કરેલી સલીમ ઓસમાણ માંજોઠીના જીજે 12 ડીઇ 9528ને તસ્કરો તસ્કરી કરી ઉપાડી ગયા હતા. બંને ઘટના અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવતા શોધખોળ શરૂ કરી છે.