ભુજ વાણિયાવાડ નજીક આંકડો રમાડતા એક શખ્સને પકડી પાડ્યો
ભુજ શહેરમાં વરલી મટકનો જુગાર ફૂલ્યો ફાળ્યો હોય તેમ એક પછી એક કેસ બહાર આવી રહ્યા છે. ભુજ બસ સ્ટેશન નજીકથી સ્થાનિક ગુના શોધક શાખાના સ્ટાફે સલીમ હુસેન લુહારને રાત્રિના અરસામાં હોટલ જાણતા ઘર પાસેથી વરલી મટકાનો જુગાર રામાડતો રોકડ રૂ. 1,000 તથા ફોન સહિત કુલ રૂ. 1,500ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો. ઈસમ વિરૂધ્ધ એ ડિવિઝન જમાદાર અનોપસિંહ કાર્યવાહી શરૂ કરી છે તેવું એ ડિવિઝન પીએસઓ બાબુભાઇ શુકલે જણાવ્યુ હતું.