સવાલા પાસે વાહનની ટક્કરથી સાયકલ ચાલકનું મૃત્યુ
વિસનગર તાલુકાના સવાલા ગામ પાસે અજાણ્યા વાહનચાલકે સાયકલ લઇને જઇ રહેલા ૫૬ વર્ષિય વૃધ્ધને ટક્કર મારતાં તેમનું ગંભીર ઇજાના કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજયું હતું. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વાહનચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વડનગર તાલુકાના કરબટીયા ગામના અને હાલ વિસનગરના કાંસા ગામે રહેતા પરમાર રમણભાઇ ડાહ્યાભાઇ સવાલા પાસે આવેલી બાલાજી સ્પેન્ટેક્ષ મિલમાં નોકરી કરતા હતા. રમણભાઇ સોમવારે સાંજના અરસામાં નોકરીથી સાયકલ લઇને ઘરે આવી રહ્યા હતા.