ખેડુતવાસ, જુગારધામના મુખ્ય ઇસમો પકડાયા
શહેરના ખેડુતવાસ મેલડીમાતાના મંદિર નજીક કંકુબેન વાજાના ઘરમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે રેડ પાડીને 6.57 લાખના મુદામાલ સાથે એક ઇસમને પકડી લીધેલ અને મુખ્ય ત્રણ સહિત 10 થી 11 ઇસમો નાશી ગયા હોય તેના વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ જેમાં એલસીબી પી.આઈ પરમારને ખાનગી બાતમી મળતા જુગારધામના મુખ્ય ઇસમો નરેશ હિંમતભાઈ શિયાળ, રાવજી ફાફાદવે, અજય રાવજીભાઈ દવેને નવાબંદર સાંઢિડા પુલ નજીકથી પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરેલ. આ કામગીરી પી.આઈ.પરમાર, પીએસઆઈ બાર, તથા એલસીબી ટીમન્ના ભયપાલસિંહ ચુડાસમા, રાજયપાલસિંહ સરવૈયા, જીતેન્દ્રસિંહ ઝાલા, ચિંતનભાઈ મકવાણા, શિલ્તિસિંહ ગોહિલ, જયદીપસિંહ ગોહિલ, સત્યજીતસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ સરવૈયા, વીડ્ઢલભાઈ બારેયા સહિત જોડાયા હતા.