ભુજના ગોડપરમાં એક યુવક પર ધારિયા વડે હુમલો
ભુજ તાલુકાનાં ગોડપર ગામે ગણી અહમદ કુંભાર નામનો યુવક 45 વર્ષીય દાઉદ અબ્દુલ્લા કુંભારના માથામાં ધારિયું ઝીંકી નાસી છૂટયો છે. ઘટના સવારના અરસામાં ઝકરિયા પીરની દરગાહ પાસે બની હતી. ઈજગરસતા દાઉદને જી.કે.માં સારવાર હેઠળ છે. ઘટના ક્યાં કારણે બની તે બાબતે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.