મુંદરામાં આંકડાનો ધંધાર્થી પકડાયો
મુંદરાના બજાર વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાનો આંક રમાડતા જીગર હરિભાઇ ગોહિલને એલસીબીના સ્ટાફે રોકડ રૂ. 4,200, બે મોબાઇળ સહિત રૂ. 10,700 ના મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધણી કરવામાં આવ્યો છે.