ભુજની ભાગોળે આંકડાનો જુગાર રમાડતો ઈસમ ઝડપાયો
ભુજની ભાગોળે સરપટ નાકા બહાર રેલ્વે સ્ટસ્ટેશન નજીક આંકડાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે દરોડો પાડીને એક ઈસમને 12,740ની રોકડ તથા 5,000 ના મોબાઇલ સાથે પકડી લીધો હતો. પોલીસ સુત્રોની વિગતો અનુસાર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઇ જયદીપસિહ ઝાલા અને પોલીસ કોન્સ્ટે બલ ધર્મેન્દ્રસિહ ઝાલાને મળેલી બાતમીના અધારે ડોલર હોટલ પાછળ રેલ્વે સ્ટેશન જતા રસ્તા પર રેડ પાડી હટી. રેઇડ દરમિયાન ફિરોજ મામદ લાખા(ઉ.વ.24) રહે દાદુપીર રોડ ભીડ નાકા બહાર વાળાને વરલી મટકાનો જુગાર રમાડતા રંગે હાથે પકડી પાડ્યો હતો. ઈસમના કબજામાંથી 12,740ની રોકડ તથા 5,000 ના મોબાઇલ સહિત 17,740નો મુદામાલ જપ્ત કરી સલાખો પાછળ ધકેલી દીધો હતો. આ કામગીરીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એ.એન.પ્રજાપતી, નરેન્દ્રભાઇ ગરડા, અનિરૂધસિહ જાડેજા અને મહિલા પોલીસ કિરણબેન બાટવા સહિતની જોડાઇ હતી.