પાલનપુરમાં કારમાં બેસી ક્રિકેટનો સટ્ટો રમતા 2 પકડાયા
પાલનપુર શહેરના દિલ્હીગેટ ખાતે જાહેર રસ્તા પર કર્મા બેસી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ખોડલાના 2 ઇસમોને પોલીસે રૂ. 5.69 લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા. પાલનપુર શહેર પૂર્વ પોલીસે દિલ્હીગેટ વિસ્તારમાં જાહેર રસ્તા પર કારમાં સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે ઓચિંતો દરોડો પાડ્યો હતો. જ્યાં આઈ ટવેન્ટી કાર નંબર જીજે 08 બી એફ 7317માં બેસી પાલનપુર તાલુકાનાં ખોડલા ગામના કલ્પેશભાઈ જુડાલ અને પ્રકાશકુમાર ચૌધરી હેયવ્યેક્ષ્ચ. કોમ નામની લિન્ક ઉપર કલ્પેશ પાલનપુર નામનું આઈ.ડી.બનાવી સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ટવેન્ટી ટવેન્ટી ક્રિકેટ મેચુપર સટ્ટો રમતા પકડાઈ ગયા હતા. જેમાં પોતાની પાસેના ફોનમાં બનાવેલ જુદા જુદા આઈ. ડી. દ્રારા ક્રિકેટ સટ્ટા બેટીંગની હારજીતની કરી સટ્ટા બેટીંગમાં થયેલ હારજીતના નફાનું કમિશન અમદાવાદના વિપુલભાઈને આપતા હતા. આ બાબતે પોલીસે રૂ. 42,000 ના ત્રણ મોબાઈલ ફોન, રૂ. 5,00,000ની કાર તેમજ રોડ રકમ રૂ. 27,800 મળી 5,69,800નો મુદામાલ જપ્ત કર્યો હતો. અને ત્રણેય ઇસમો સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.