ડીસા પાસેથી વાહન ચેકિંગ દરમ્યાન શરાબ ભરેલ ઇનોવા પકડાઈ
ડીસા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજૂલ તથા નાયબ પોલીસ અધિક્ષક રૂષિકેશ ઉપાધ્યાય સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રોહીબિશનની બદી નેસ્તનાબુદ કરવાના માર્ગદર્શન અને સૂચના આધારે અમલવારી કરવા સારૂ પો.આઇએનએસ.એમ.જે.ચૌધરી તથા અ.હે. કો રમેશભાઈ ચૌધરી તથા પો.કો. બાબુભાઇ દેસાઈને નાઈટ દરમ્યાન વાહન ચેકિંગની કામગીરીમાં હતા. દરમ્યાન ઇનોવા કાર નંબર જીજે 12 એકે 5503 ને રોકવવા ઈશારો કરતાં તેના ચાલકે રોકેલ નહી જેનો પીછો કરતાં સદર કારની ચાલકે સર્વોતમ હોટલ આગળ હાઇવે રસ્તાની સાઇડમાં ઉપરોક્ત કાર મૂકી નાસી છૂટેલહોય જે કાર પંચો રૂબરૂ ચેક કરતાં કારમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટનો ભારતીય બાનવટનો એક જ કંપનીનો બે બ્રાન્ડનો વિદેશી શરાબની નાની મોટી બોટલ કુલ નંગ 192 કિંમત રૂ. 1,36,000 તથા કારીની કિંમત રૂ. 5,36,000 નો રાખી નાસી જઈ ગુનો કરેલ હોય તેના વિરુધ્ધ કાયદેસર તપાસ કરેલ છે એ આ કામગીરીમાં અ.હેડ.કોન્સ. દેવાભાઇ દેસાઇ તથા ડ્રાઈવર પો.કોન્સ.ગોવિંદસિંહ તથા જી.આર.ડી.ના સભ્યો હતા.