જામજોધપુર અને જામનગર શહેરમાં જુગાર રમતા 6 ઇસમો ઝડપાયા
જામનગર શહેરમાં અને જામજોધપુરમાં તાલુકા જમવાદી ગામમાં પોલીસે જુગાર નાણાએ અલગ અલગ બે સ્થળે દરોડા પાડ્યા છે અને રૂ 21,000ની રોક્ડ તથા જુગારના સાહિત્ય સાથે 6 ઈસમોની અટક કરી છે. મળતી વિગતો અનુસાર જામજોધપુર તાલુકાનાં જામવાદી ગામમાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા વલ્લભ જેરામભાઇ પેશાવડીયા, હસમુખ કરશનભાઇ ગરેજા, વલ્લભ ગોરધનભાઈ અમૃતિયા અને સુભાષ કાનજીભાઇ સગારકાની પોલીસે અટક કરી લઈ તેઓ પાસેથી 11,850 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કર્યું છે. જ્યારે બીજો દરોડો જામનગરમાં દિવ્વીજય પ્લોટ શેરી નં 58માં પડ્યો હતો. જ્યાંથી જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર હારજીતનો જુગાર રમી રહેલા કાંતિલાલ પેરાજભાઈ શેઠીયા અને રમેશ પ્રેમજી ભદ્રાની પોલીસે અટક કરી લઈ તેઓ પાસેથી રૂ. 10,280 ની રોકડ અને જુગારનું સાહિત્ય જપ્ત કર્યું છે.