અંકલેશ્વરના સજોડ ગામનો વોન્ટેડ બુટલેગર પકડાયો
અંકલેશ્વર તાલુકા પોલીસે ગટ રોજ સજોડ ગામે વિદેશી શરાબ ના જથ્થા સાથે એક્ટિવાને પકડી પાડી હતી. જોકે, બુટલેગર ભાગી ગયો હતો અને રૂ. 27,200 ઉપરાંત નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ ગુનામાં ભાગી ગયેલ બુટલેગરને પકડી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અંકલેશ્વરના સજોદ ગામે રહેતો પ્રજ્ઞેશ નરેશ પટેલ પોતાના ઘર પાસેની જગ્યામાં એક્ટિવા પર બેસી વિદેશી શરાબનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમીના આધારે અંકલેશ્વર તાલુકા પોલીસે દરોડો પાડતા પ્રજ્ઞેશ પટેલ મુદામાલ મૂકી ભાગી ગયો હતો. પોલીસે સ્થળ પરથી રૂ. 2,200ની ક્ન્મતના 22 નંગ 27,200 નો મુદામાલ જપ્ત કરી ગુનો લખાવાયો હતો. અને ફરાર પ્રજ્ઞેશને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં ગુરુવારે ફરાર પ્રજ્ઞેશ પટેલને સજોદ પાસેથી પકડી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.