ગાંધીધામમાં જુગાર રમતા 6 શંકુઓ ઝડપાયા
ભુજ : ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં આવેલા નટવાસમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે રેડ પાડીને રોક્ડ સહિત કુલ રૂ. 15,800 સાથે 6 શખ્સોને પકડી પાડ્યા હતા. બી ડિવિઝન પોલીસે કાર્ગો નટવાસના દરોડો પાડ્યો હતો. જેમાં તીનપતીનો જુગાર રમી રહેલા નરપત સરદારભાઇ નટ, ઓરંગા વડીવેલ મદ્રાસી, દિનેશ નારાયણભાઈ ચાવડા, અરવિંદ નાનજી વાઘેલા, દિનેશ ઇલિયાસ નટ અને સંજય ઇન્દ્રજીત નટને રોકડ રૂ. 11,300 તથા 3 ફોન કિંમત રૂ. 4,500 સ્સહિત કુલ રૂ. 15,800ના મુદામાલ સાથે ઝડપી લેવાયા હતા. બધા વિરૂધ્ધ જુગારધારાની કલમો તળે ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ કરવામાં આવી હતી.