અંકલેશ્વર: સાંઇ લોક રેસીડન્સી પાછળ ઝાડીના ખંડેરમાંથી રૂ. ૭૩,૯૦૦નો વિદેશી દારૂ પકડી પાડ્યો
અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળેલ કે રાજપીપલા રસ્તા ઉપર આવેલ વર્ષા હોટલ સામે સાંઇ લોક રેસીડેન્સી પાછળ બાવળની ઝાડીમાં એક ખંડેર જેવુ મકાન આવેલ છે. ત્યાં શાહરૂખ પઠાણ તથા આસીફ પઠાણ બન્ને રહે. તાડફળીયા અંકલેશ્વરનાઓ અંગ્રેજી દારૂનું કટીંગ કરે છે. જે મળેલ બાતમી આધારે રાજપીપલા રસ્તા ઉપર આવેલ વર્ષા હોટલ સામે સાંઇ લોક રેસીડેન્સી પાછળ બાવળની ઝાડીમાં એક ખંડેર મકાન નજીક પોલીસે દરોડો પાડી રૂ. ૭૩,૯૦૦ નો અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જયાં પોલીસને જોઇ ત્રણ ઇસમો ફરાર થઈ ગયા હતા. જયારે બે પકડાયા હતા. પ્રાપ્ત પોલીસ વિગત મુજબ રાજપીપલા રસ્તા ઉપર આવેલ વર્ષા હોટલ સામે સાંઇ લોક રેસીડેન્સી પાછળ બાવળની ઝાડીમાં એક ખંડેર જેવુ મકાન આવેલ છે. ત્યાં શાહરૂખ પઠાણ તથા આસીફ પઠાણ બન્ને રહે. તાડફળીયા અંકલેશ્વર તેમજ રીક્ષા ડ્રાઇવરનાઓ સ્થળ ઉપર ઝડપાયેલ વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ ૭૫૦ મીલીના કાચની બોટલ નંગ ૭૨ કિંમત રૂ. ૨૮,૮૦૦ તથા ૧૮૦ મીલીના કાચની બોટલ નંગ ૪૧૪ કિમત રૂ. ૪૧,૪૦૦ તેમજ બીયર ટીન ૫૦૦ મીલીના નંગ ૩૭ કિમત રૂ. ૩,૭૦૦મળી નાની-મોટી કાચની તેમજ બીયર ટીન જેની કુલ કિમત રૂ. ૭૩,૯૦૦નો પ્રોહી મુદ્દામાલ તથા ઓટો રીક્ષા નંબર જીજે 16 ડબલ્યુ 421ની કિમત રૂ. ૩૫,૦૦૦ મળી કુલ મુદામાલ કિમત રૂ. ૧,૦૮,૯૦૦નો સ્થળ ઉપર મુકી નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે પ્રોહિબિસનનો ગુનો નોંધી ત્રણેય ફરાર શખ્સોઓની શોધ શરૂ કરી છે.