માધાપરમાં ઘાસ કાર્ડ મામલે તલાટી સામે ધાક-ધમકી કરનાર સામે ફરિયાદ
ભુજ તાલુકાના માધાપર ખાતે જુનાવાસ ગ્રામ પંચાયત કચેરીમાં ઘાસ કાર્ડના ફોર્મ મામલે બોલાચાલી કરી ધાક-ધમકી કરી ફરજમાં રૂકાવટ કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ લખાવાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર તેમજ માધાપર જૂનાવાસમાં ગ્રામ પંચાયતના તલાટી હરદેવસિહ ભગુભા ઝાલાને ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, માધાપર નવાવાસમાં રહેતા પારસ રાજેન્દ્રભાઈ વ્યાસએ શુક્રવારના સવારના અરસામાં જુનાવાસ ગ્રામ પંચાયતની કચેરીમાં આવીને ઘાસ કાર્ડના સરકારી ફોર્મ આપો કહી બોલાચાલી કરી હતી અને અપશબ્દો બોલી તમારું કામ બંધ કરો તેવું કહી ધાક-ધમકી કરતા ફરજમાં રૂકાવટ કરી હતી. શખ્સ વિરુદ્ધ તલાટીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે શખ્સ સામે ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.