જામનગરમાં એસઓજીના 2 કોન્સ્ટેબલ 1.25 લાખની લાંચ લેતા પકડાયા
જામનગરમાં ગેરકાયદેસર પિસ્ટલ સાથે એક ઈસમને એસઓજી પોલીસે પકડી લીધો હતો. આ હથિયાર પ્રકરણમાં વાહનના માલિકનું નામ નહીં ખોલવા તથા આર્મ્સ એક્ટ હેઠળ પકડાયેલા ઈસમને હેરાન નહીં કરવા તથા બાઇક પણ પાછું આપવાના 7 લાખની લાંચની માંગ કરી હતી. વાહનધારકે રાજકોટની એસીબીમાં ફરિયાદ કરી હતી. આથી રાજકોટ એસીબીએ છટકું ગોઠવી હેડ કોન્સ્ટેબલ ભગીરથ જાડેજા અને કોન્સ્ટેબલ જોગીન્દર ચૌહાણ રૂ. 1,25,000ની લાંચ લેતા પકડાયા હતા. આથી એસીબીના સ્ટાફે બંનેની પોલીસે અટક કરી ગુનો દાખલ કર્યો હતો.