માધાપરમાં બે યુવાનો પર ત્રણ ઇસમો દ્રારા ધોકા છરીથી હુમલો
ભુજ તાલુકાના માધાપર ગામે શુક્રવારના રાત્રિના અરસામાં અહીં કેમ બેઠા છો તેવું કઈ બે યુવાનો પર ત્રણ ઇસમોએ ધોકા લાકડી છરી વડે હુમલો કરતા ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માધાપર મતીયા કોલોનીમાં રહેતા દિનેશ ગાંગજી મહેશ્વરી (ઉ.વ.24)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે હુમલાની ઘટના શુક્રવારના રાત્રિના અરસામાં ખેતરપાળ ડાડાના મંદિર નજીક માધાપર નજીક બની હતી. ઈસમની કરસન મહેશ્વરી, દિનેશ પ્રેમજી મહેશ્વરી, અને અજયસિહ ઉર્ફે અજુભા શામળાજી મોવાડી નામના ત્રણ ઇસમોએ ફરિયાદી તથા તેના મિત્રને કહયું કે તમે અહીં કેમ બેઠા છો અને બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો લાકડી ધોકા અને છરી વડે માર મારી અપશબ્દો બોલી જાનથી મારી ધમકી આપી હતી. બી ડિવિઝન પોલીસે ઇસમોઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.