વાવાઝોડા વિસ્તારમાંથી 30,000 ના મુદ્દામાલ સાથે 5 ઇસમો ઝડપાયા
શહેરના ગણેશનગર ખાતે વાવાઝોડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સોને બી ડિવિઝન પોલીસે રૂ. 30,700 ના મુદ્દામાલ સાથે ઝડપી તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ કરી હતી. આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઓ પુનશીભાઇ મહેશ્વરીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત રાત્રિના અરસામાં પેટ્રોલિંગ દરમીયાન બાતમીના આધારે ગણેશનગરના વાવાઝોડા વિસ્તારમાં ખુલ્લા ચોકમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ખેરાજ દામજી ગરવા, નરેશ શામજીભાઇ બડગા, રશીદ ઇશા જામ, અનિલગીરી ગુડ્ડુગીરી ગોસ્વામી અને આજમખાન દિલાવરખાન પઠાણને રોકડા રૂ. 15,700 તથા રૂ. 15,000 ની કિંમતના 3 મોબાઇલ સહિત કુલ રૂ. 30,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તેના વિરૂધ્ધ કોન્સટેબલ જગદિશ સોલંકીએ ગુનો નોંધાવી કાયદેસર તજવીજ કરી હતી.