આદિપુરમાં 30,000ના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
આદિપુરના સંતકંવર નગર વિસ્તારમાંથી બાતમીના આધારે ત્રાટકેલી આદિપુર પોલીસે એક બુટલેગરને રૂ. 30,210 ના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડી તેના વિરુધ્ધ ગુનો નોંધણી કરી કાયદેસર તપાસ કરી હતી. પોલીસ સ્ટેશનના પીએસઆઇ વિમલ ડાંગરે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આદિપુર વિસ્તારમાં દારૂની બદી વધી રહી હોવાની ફરીયાદને ધ્યાનમાં રાખી વોચમાં હતા તે દરમીયાન બાતમી મળી હતી કે આદિપુરના સંતકંવરનગરમાં પ્રકાશ રામચંદ્ર આહુજા દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે, આ બાતમીના આધારે તે સ્થળેએ રેડ પાડતાં રૂ. 30,210 ની કિંમતના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની 123 બોટલ અને ક્વાર્ટરીયા મળી આવ્યા હતા. આદિપુર પોલીસે પ્રકાશ રામચંદ્ર આહુજાને રૂ. 10,000 ની કિંમતના મોબાઇલ સહિત રૂ. 40,210 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર તપાસ કરી હતી.