હારીજ પોલીસે જાસ્કા ગામ પાસેથી વિદેશી શરાબ ભરેલી કાર પકડી
પોલીસ અધિક્ષક શોભા ભુતડાની જીલ્લામાં ચાલતી પ્રોહી-જુગારની બદીને નેસ્તનાબુદ કરવાની સુચના તથા ના.પો.અધિ. એચ.કે.વાઘેલા સા.ની માહિતી હેઠળ હારીજ પોલીસ સ્ટેશનના પો.સબ. ઇન્સ. એચ.એલ જોષી તથા અ.હેડ. કોન્સ. ખોડાજી સોમાજી તથા અ.હેડ.કોન્સ.અબ્દુલકૈયુમ મીરસાબખાન તથા અ.પો.કોન્સ. વિજયભાઇ લગધિરભાઇ તથા અ.પો. કોન્સ. રણજીતજી વિરાજી વિગેરે પોલીસ ટીમના માણસો હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમા સરકારી વાહનમા પેટ્રોલીંગમા હતા. દરમ્યાન સર્વેલન્સ સ્ક્વોડના અ.હેડ. કોન્સ. અબ્દુલકૈયુમ મીરસાબખાન તથા અ.હેડ. કોન્સ. ખોડાજી સોમાજીનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે નિરાશ્રીત ઠાકોર પાંચાભાઇ ડાહયાભાઇ રહે. સિનાડ રાધનપુરવાળો પોતાની એમ.એચ.પાર્સીગની સીલ્વર કલરની એસેન્ટ કારમાં ભારતીય બનાવટનો વિદેશી શરાબ ભરી રવદ ગામ થઇ જાસ્કા તરફ આવવાનો છે જે હકીકત આધારે સદરી કારને નાકાબંદી-પીછો કરી જાસ્કા ગામે રવદ જતા રસ્તાની બાજુમા આવેલ તળાવમાંથી કાર નંબર એમએચ ૦૩ એફ ૯૮૯રની માંથી ભારતીય બનાવટનો વિદેશી શરાબની નાની બોટલો નંગ ૪૮૦ કિંમત રૂ. ૪૮,૦૦૦ની તથા કાર કિંમત રૂ. ૧,૦૦,૦૦૦તથા કારમાંથી મળી આવેલ. તેમજ માબાઇલ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ. ૧,૫૦,૦૦૦નો ઝડપી પાડેલ તેમજ કારનો ચાલક કાર મુકી બાજુમાં આવેલ બાવળની ઝાડીમાં થઇ ખેતર તરફ અંધારાનો લાભ લઇ સંતાઇ કયાંક નાશી છૂટેલ જેની શોધખોળ કરતા મળી આવેલ નહી જેથી સદરી વિરૂધ્ધ હારીજ પોલીસ સ્ટેશાન પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરાવી આગળની વધુ તજવીજ હાથ ધરી છે.