પાટણમાં મેચ ઉપર સટ્ટો રમાડતા બે શખ્સો પકડાયા

પાટણ પોલીસ અધિક્ષક શોભા ભુતડાએ પાટણ શહેરમાંથી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા શખ્સોની હકીકત મેળવી સફળ દરોડો કરવા સુચના કરતાં ઇ. પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.પાટણ કે. એમ. પ્રિયદર્શીની માહિતી હેઠળ પો. સબ. ઇન્સ. વાય. કે. ઝાલા તથા એ. એસ. આઇ. ભાણજીજી સુરજજી તથા અ.હે.કો. ભરતસિહ પ્રભાતજી તથા અ.હેઙ. કોન્સ. કિર્તીસિંહ અનુજી તથા અ.પો. કોન્સ મહેન્દ્રસિહ શંભુજી અ.પો. કો. જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ તથા અ. પો. કો. રોહીતકુમાર લક્ષ્‍મણભાઇ તથા અ.પો.કોન્સ. નવાજ શરીફ ગુલામરસુલએ રીતેના પાટણ એલ.સી.બી. ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.સબ. ઇન્સ. વાય. કે. ઝાલાને મળેલ સચોટ બાતમી આધારે પાટણ શ્રીકુંજ પ્લાઝા દુકાન નંબર ૨૧૨માં પંચો સાથે દરોડો પાડી ઠક્કર ચેતનકુમાર શાન્તીલાલ રહે.  હારીજ, ભવાની રસ્તા તથા ઠક્કર આકાશ જગદીશભાઇ રહે. પાટણ, તીરૂપતી ટાઉનશીપ મકાન નં. ૧૦૫ તા.જી.પાટણ વાળાને પાટણ શ્રીકુંજ પ્લાઝા દુકાન નંબર ૨૧૨ માં ગેરકાયદેસર રીતે ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાતી વન ડે ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમી અલગ અલગ ગ્રાહકોના સેસનના તથા મેચ હારજીતના સોદાઓ મોબાઇલ ફોન ઉપર લેપટોપમાં લખી લઇ જે સોદાઓ લાલુ મહેસાણા, મારૂતી ગોધરા, યોગેશ પાટણ, એસ.એમ. મોરબી વાળાઓને કટીંગ કરાવી ક્રિકેટ સટ્ટાના સાધનો ટીવી સેટપ બોક્ષ સાથે કિંમત રૂ. ૧૧,૦૦૦ તથા મોબાઇલ નંગ ૧૧ કિંમત રૂ. ૬૩,૫૦૦ તથા લેપટોપ નંગ ૨કિંમત રૂ. ૩૦,૦૦૦ તથા હોટસ્પોટ નંગ ૧ કિંમત રૂ. ૭૦૦ તથા રોકડ રકમ રૂ. ૨૮,૭૦૦ મળી કુલ કિંમત રૂ. ૧,૩૩,૯૦૦ ના મુદ્દામાલ સાથે બંને શખ્સો દરોડા દરમ્યાન ઝડપાઇ ગયેલ હોઇ સદરી બંને  શખ્સો તેમજ હાજર મળી આવેલ નહી તે બધા વિરૂધ્ધમાં જુગારધારા મુજબનો ગુન્હો પાટણ સીટી બી ડીવી. પોલીસ સ્ટેશાનમાં લખાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *