અંકલેશ્વર: વિઝન સ્કુલ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ બે લકઝુરીયસ કારની થઈ તસ્કરી
અંકલેશ્વરમાં એક શાળા પાસેની ખુલ્લી જગ્યા પરા બાજુ બાજુમાં પાર્ક કરી મુકાયેલ બે લકઝુરીયસ કાર તસ્કરી થયાની ફરીયાદ અંકલેશ્વર પોલીસ સ્ટેશનએ નોંધાવા પામી છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ અંકલેશ્વર વિઝન સ્કુલ પાસેની ખુલ્લી જગ્યામાં મુળ વડોદરાના ન્યુશમા રોડા પરા આનંધ્વન સોસાયટીમાં રહેતા મિનેષભાઈ નટવરલાલ મોદીએ તા. ૯મીની રાતના અરસામાંની આસપાસ પોતાની ગ્રેકલરની ઇનોવા કાર નં. જીજે 16 બીબી 6430 તેમજ મીતલભાઈ રમેશભાઈ દુધાતતે તેમની ફોર્ચ્યુનર ટોયાટા નં. જીજે 12-બિયાર 0113 ગત તા.૯/૩/૨૦૧૯ની રાત્રિના અરસામાં બાજુ-બાજુમાં પાર્કા કરી હતી. તા.૧૦/૩/૨૦૧૯ની સવારના અરસામાં આ બંને ઇસમોએ પોતાની કાર લેવા વિઝન સ્કુલ પાસેની ખુલ્લી જગ્યાએ જતા તેમને તેમની કાર ના મળતા તેમણે કારની તપાસ હાથ ધરી આસપાસ તપાસ કરી હતી. પરંતુ બંન્નેવ કારોની કોઇ ભાળ ના મળતા છેવટે બંન્નેવે બે કાર ચોરાઇ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે ઇનોવા કાર કિંમત રૂપિયા પાંચલાખ તેમજ ફોર્ચ્યુનર કાર કિંમત રૂપિયા દશ લાખ ગણી ફરીયાદ નોંધી હતી. હાલ તો, આ ફરિયાદને પગલે પોલીસે સ્થળ તપાસ હાથ ધરી ચોરી થયેલ બંન્નેવ લકઝુરીયસ કારને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.