અંગ્રેજીના દારૂના જથ્થા બે શંકુઓને ઝડપી પાડતી ભાવનગર આર. આર સેલ
ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી અશોક કુમાર સાહેબની સુચના અને માર્ગદર્શન પ્રમાણે આર.આર.સેલ ભાવનગર સ્ટાફને મળેલ બાતમી આધારે અંગ્રેજી દારૂ જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડેલ. આર.આર.સેલ સ્ટાફને ભાવનગર ટાઉનમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગ દરમ્યાન ચોક્કસ હકીકત મળેલ કે, ભાવનગર જેલ ગ્રાઉન્ડ એન.સી.સી. ક્વાટર નં 10 ની સામે વ્હાઇટ કલરની ઇન્ડીક વિસ્ટા કાર રજી, નંબર જીજે 4 સી જે 4842માં વિજયભાઈ પ્રવીણભાઈ બારૈયા તથા નરશીભાઈ ભાયાભાઇ ચુડાસમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે. જે ચોક્કસ હકીકત આધારે દરોડો પાડતા સદરહું ફોરવ્હીલ કારમાંથી મેકડોવેલ્સ નં 1 સુપિરિયર વિસ્કી અંગ્રેજી દારૂની બોટલો નં 68 કિંમત રૂ. 25,500 તથા ઇન્ડીક વિસ્ટા મળી કુલ કિંમત રૂ. 1,75,500 નો મુદામાલ જપ્ત કરી કારમાંથી પકડેલ મજકુર શખ્સો વિજયભાઇ પ્રવીણભાઈ બારૈયા, નરશીભાઈ ભાયાભાઇ ચુડાસમા ભાવનગર વાળાઓને ઝડપી પાડી બંને શખ્સો વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ત્શંમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધણી કરાવી આગળની તજવીજ માટે નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.