ગાંધીધામમાં જુગાર રમતા 4 ઇસમો પકડાયા
ગાંધીધામના મચ્છુનગરમાં જાહેરમાં જુગાર રમતા 4 ઇસમોને પોલીસે પકડી પાડ્યા હતા. આ બાબતે મળતી વિગતો પ્રમાણે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે મચ્છુનગર ચક્કીની બાજુમાં ખુલ્લા પ્લોટમાં ડાયા પુનાભાઇ ભરવાડ, મનોજ રામજી રબારી, અશોક છગનભાઇ ભરવાડ, પંકજ કરશનભાઇ પરમારને હારજીતનો ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમતા રોકડ રૂ. 1,350 મોબાઈલ નં 4 કિંમત રૂ. 3,500 મળી કુલ 4,850 ના મૂડમાં સાથે પકડી પાડ્યા હતા. બધા વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.