સામખિયાળીમાંથી વિદેશી શરાબ સાથે બે પકડાયા
ગાંધીધામ રાપર સામખિયાળી પોલીસે શરાબ અંગે દરોડો કરી શરાબના જથ્થા સાથે બે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. આ બાબતે મળતી વિગતો અનુસાર સામખિયાળી પોલીસને મળેલી બાતમીના આધારે અમીઝારા હોટલ સામે રસ્તા પર દરોડો પાડતા કારા રૂપાભાઈ કોળી, રમેશ સુરાભાઈ કોળીના કબ્જામાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતીય અંગ્રેજી શરાબ બોટલ નં 1, કિંમત રૂ. 100 તથા અન્ય બોટલ નંગ 12 કિંમત રૂ. 1,200, હીરો હોન્ડા મોટર સાયકલ નં જીજે 12 બીજી 5664 કિંમત 10,000, કુલ 11,200 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે બીજા બમવામાં રાપરના રહેણાંક ઘરમાં દરોડો પાડતા પ્રતાપસિંહ રતનશી સોઢાના કબ્જામાંથી વિદેશી શરાબની જુદી જુદી બ્રાન્ડની બોટલ નં 44 કિંમત રૂ. 15,400, ક્વાટરીયા નંગ 117, કિંમત રૂ. 11,700, દેશી દારૂ 20 લિટર 400, મોટર સાયકલ નંગ એક કિંમત રૂ. 25,000, મોબાઇળ નંગ બે કિંમત રૂ. 1,3000, રોકડ રૂ. 10,090 મળી કુલ 64,190 સાથે પકડી પડ્યા હતા. પોલીસે બંને બનાવમાં ઇસમોઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.