ખેડોઇમાં શરાબના બે દરોડામાં વિદેશી શરાબ સાથે 2 શખ્સો ઝડપાયા
અંજાર તાલુકાનાં ખેડોઈમાં શરાબ બાબતે જુદા જુદા બે સ્થળોએ દરોડા પાડતા 4 ઇસમોને મુદામાલ સાથે પકડી પાડ્યા હતા જ્યારે એક ઈસમ સ્થળ પરથી મળી આવ્યો ન હતો. આ બાબતે મળતી વિગતો પ્રમાણે અંજાર પોલીસને મળેલી બાતમીના આધારે તાલુકાનાં ખેડોઇ ગામે શરાબ અંગેદરોડો પાડતાં દિલિપ ભાવાનભાઈ માકાણીના રહેણાંક ઘરમાં દરોડો પાડતા શરાબની બોટલ નં 20 કિંમત રૂ. 7,000, બીયર ટીન નંગ 60 કિંમત રૂ. 6,000 મળી કુલ 13,000 નો મુદામાલ પકડી પાડ્યો હતો. જ્યારે મહેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટો ભૂપેન્દ્રસિંહ જાડેજા પાસેથી આ માલ લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. દરોડા દરમિયાન ઈસમ દિલીપસિંહ માકાણી સ્થળ પરથી મળી આવતા તેને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં મહેન્દ્રસિંહ યરફે પિન્ટો ભૂપેન્દ્રસિંહને શરાબની બોટલ નં 12 કિંમત રૂ. 4,200, બિયર ટીન નંગ 24 કિંમત રૂ. 2,400 મળી કુલ 6,600 ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. બંને ગુનામાં પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.