અંકલેશ્વર: ખરોડમાં પાંચ મકાનોના તાળા તોડી કરાઇ તસ્કરી
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં આવેલ તેમજ સોસાયટીના બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી તસ્કરી કરી ફરાર થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ ખાતે આજ રાત્રી દરમિયાન તસ્કરોએ મોહમ્મદ અબ્બાસ ખુલ્લાનું મકાન સામાજિક કામ અર્થે બહાર ગયા હતા. રાત્રિ દરમિયાન તસ્કરોએ ઘરમાં ધૂસી ઘરમાં મુકેલા તિજોરીમાં રોકડા રૂ. 30,000 તેમજ અન્ય ચીજ વસ્તુઓ વેરી કરી નાખી તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે ખરોડ ગામમાં આવેલી અનીશા પાર્ક સોસાયટીના ઘરમાં રહેતા સહેજાદ યુનુસ પટેલ મકાન નંબર 9 ને ત્યાં પણ રાત્રી દરમિયાન દરવાજાનો નકુચો તોડી ઘરમાં ગેરકાયદેસાર રીતે ધૂસી તિજોરી તોડી નાંખી હતી. જ્યારે બાજુમાં જ રહેતા મહેમુદ અયુબ જોગીયાત મકાન નંબર 5નું પણ રાત્રી દરમિયાન ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં ગેરકાયદેસર રીતે ઘૂસી તિજોરીમાં મુકેલા કપડાં ફેંદી તસ્કરી કરી હતી. જ્યારે અન્ય મકાનોમાં પણ તસ્કરી થવા પામી છે. ગામમાં કુલ પાંચ જેટલા મકાનોના તાળા તોડી તસ્કરી થતાં ખરોડ ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.આ બાબતે સ્થાનિક રહીશોનું કહેવું છે કે તાલુકા પોલીસ નાઈટ પેટ્રોલીંગ વધારે જેનાથી તસ્કરી ઓછી થઈ શકે. ઉલ્લેખનીય છે કે તાલુકા પોલીસ સ્ટેશનમાં છ માસ પહેલા સ્ટેટ વિજિલન્સના વાડી ગામ ખાતે જુગારધામ પર રેડ પાડતાં જેમાં તાલુકા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ સહિત છ પોલીસકર્મીઓ સસ્પેન્ડ થવા પામ્યા હતા. જેમની આજદિન સુધી નિમણૂક ન થતાં પાનોલી આઉટપોસ્ટમાં જગ્યાઓ ખાલી છે. નાયબ પોલીસ વડા આ જગ્યાઓ પૂરે જેનાથી ગામે વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ વધી શકે તેમ છે.