સુરત પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરી રહેલા બે શંકુઓની કરી અટક
સુરતમાં યુવાધનને બરબાદ કરવા ડ્રગ્સની હેરાફેરી કરી રહેલા બે સંકુઓને અઠવા પોલીસે મસ્જીદ પાસેથી પકડી પાડ્યા હતા. પોલીસે બંને શકુઓ પાસેથી 39 ગ્રામ અને 150 મીલીગ્રામ ડ્રગ્સ સહિત કુલ 2.64 લાખની મત્તા જપ્ત કરી હતી. આ બનાવમાં પોલીસે મુંબઈના એક શંકુને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં યુવાધનને બરબાદ કરવા તેઓના શરીરમાં ઝેર ભેળવવા બે શંકુઓ ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા હતા. આ બાતમી સુરતની અઠવા પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બડેખા ચકલા નજીક આવેલી હકીમ મુલેરીની મસ્જિદ પાસેથી બે શંકુઓને પકડી પાડ્યા હતા. પોલીસે બંને શંકાસ્પદ યુવાનોની ધરપકડ કરી કાર્યવાહી કરતા પલાસ્ટીકની થેલીમાં માદક પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે એફ.એસ.એલ.ની મદદથી તપાસ કરતા જે હકકિત બહાર આવી તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પકડાયેલા બંને શંકુઓની પોલીસે તપાસ કરતા તેઓએ પોતાનું નામ ઇશાક ઇબ્રાહિમ સૈયદ અને બીજા શંકુએ પોતાનું નામ ઈમ્તિયાઝ ફિરોઝ મલેક જણાવ્યું હતું અને થેલીમાં તેઓની પાસેથી બીજું કાંઈ નહિ પણ ડ્રગ્સ હોવાનું જણાવ્યું હતું. એ આ જાણી ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે એફ.એસ.એલ.માં કાર્યવાહી કરાવતા આ એમ.ડી.( મેથાએનન્ફામાઇન) ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું . પોલીસે બંને શંકુઓ પાસેથી 1.95 લાખની કિંમતનું 39 ગ્રામ એમ.ડી. ડ્રગસ, બે મોબાઈલ, એક મોપેડ સહિત 2.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પોલીસે બંને શંકુઓની કડક પૂછપરછ કરતા તેઓને આ ડ્રગ્સ મુંબઇના બાંદ્રા ખાતે રહેતા ઈમ્તિયાઝ નામના શંકુ પાસેથી લાવ્યા હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે યુવાધનને બરબાદ કરવા અને શોર્ટકટમાં રૂપિયા કમાવવા આ બંને શંકુ ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા હતા જો કે આ ડ્રગ્સ કોઈના શરીરમાં ભલે તે પહેલાં જ પોલીસે બંને શંકુઓને પકડી પાડ્યા હતા આ બનાવમાં પોલીસ જો ઊંડાણપૂર્વક તપાસ કરે તો મસમોટું રેકેટ પણ ઝડપાવવાની સંભાવના છે મુંબઇથી ડ્રગ્સ સુરત સુધી કેવી રીતે પહોંચી ગયું તે પણ એક સવાલ છે જો કે લોકોને પન આવા જીવલેણ વ્યસનથી દુર રહેવા અપીલ કરવામાં આવે છે.