મોરબી : 3 વર્ષની માસુમ પર દુષ્કર્મ આચરનાર ઈસમની પોલીસે કરી અટક
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી માસુમ બાળાને લાલચ આપી પડોશી પરણિત શખ્સે તેના ઘરમાં લઈ જઈને દુષ્કર્મ આચાયું હતું. આ ઘૃણાસ્પદ ઘટનામાં બી ડિવિઝન પોલીસે ગણતરીની આધેડ ઈસમને ઝડપી લીધો હતો. મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરા નગરમાં રહેતા એક શ્રમિક પરિવારની 3 વર્ષની માસુમ પુત્રી શનિવારના સવારના અરસામાં તેના ધર નજીક રમતી હતી. તે સમયે તેના ઘરની બાજુમા રહેતા આશરે 45 વર્ષની ઉંમરના રમેશ બાબુ કોળીએ માસુમ બાળા પર નજર બગડી હતી અને તેણે બાળા કોઈ વસ્તુની લાલચ આપીને તેના ઘરમાં લઈ ગયો હતો. બાદમાં આ હેવાન ઈસમએ પૌત્રી જેવડી ઉંમરની માસુમ બાળાની પીખી નાખી હેવાનીયત ભયું દુષ્કૃત્ય આચર્યું હતું. બાળાના પિતાએ આ બનાવની પાડોશમાં રહેતા આધેડ ઈસમ વિરુદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગણતરીની કલાકોમાં ઈસમ આધેડને પકડી લીધો હતો. બી ડિવિઝન પીઆઈ આઈ એમ કોંઢીયા જણાવ્યુ હતું કે ઈસમ રમેશ બાબુ કોળી ની પોલિસે અટક કરી છે જેમાં ઈસમ રમેશ પરણીત છે અને તેને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. ગઈકાલે તેની પત્ની અને સંતાનો કામસર બહાર હોવાથી એકલા રહેલા આધેડના મનમાં કામ વાસના જાગી હતી. આ વાસનામાં અંધ દાનવે તેની પૌત્રી જેવડી ઉંમરની બાળકીને હવસનો શિકાર બનાવી હતી. પોલીસે હાલ આ ઈસમની અટક કરી રીમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.