મહેસાણાથી વિસનગર શરાબ લઇને આવતા યુવકને DYSP ટીમે પકડ્યો, એકટીવા સહિત 47,000નો મુદ્દામાલ કબજે

વિસનગર: શહેરના મહેસાણા ચાર રસ્તા પાસે એકટીવામાં વિદેશી શરાબની હેરાફેરી કરતા ઈસમને વિસનગર DYSP ટીમે પકડ્યો. તેની પાસેથી શરાબની 105 બોટલ, એકટીવા અને મોબાઇલ મળી રૂ. 47,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મહેસાણાથી શરાબ લાવ્યો હોવાનું બહાર આવતાં બે ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. વિસનગરના મહેસાણા ચાર રસ્તા પાસે વિદેશી શરાબ આવવાની બાતમી મળતાં હે.કો. પુષ્પેન્દ્રસિંહ, મહિપાલસિંહ સહિત ટીમે મહેસાણા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. જ્યાં સામેથી આવી રહેલ એકટીવાનો ચાલક શંકાસ્પદ લાગતાં તેને રોકી તલાશી લેતાં તેના એકટીવામાંથી વિદેશી શરાબની નાની 105 બોટલ મળી આવી હતી. જેની પૂછપરછ કરતાં તેનું નામ પ્રજાપતિ રોહિત (રહે. પટેલનગર સોસાયટી) હોવાનું તેમજ આ શરાબ મહેસાણાના પટેલ કનુભાઇ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે વિદેશી શરાબની બોટલો, એકટીવા અને બે મોબાઇલ મળી 47,000નો મુદ્દામાલ જપ્ત કરી રોહિત લલ્લુભાઇ પ્રજાપતિની અટક કરી બે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *