મુંદ્રા ખાતે આવેલ નાના કપાયામાં 23 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ નાના કપાયામાં 23 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત થઈ વિગતો મુજબ મુંદ્રા ખાતે આવેલ નાના કપાયાના શક્તિનગરમાં આવેલ ગાયત્રી કોમ્પ્લેક્સમાં સ્વાતી હોટેલમાં રહી કામ કરતા 23 વર્ષીય યુવાન ભરતભાઇએ કોઇ અગમ્ય કારણોસર પોતાના રૂમના પંખામાં ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે  અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.