મોરબીમાં રૂ. 4,000ની લાંચ લેતા તલાટી મંત્રી પકડાયો
મોરબી મામલતદાર કચેરીમાં બેસતા મોરબીના વજેપર ગામના તલાટી મંત્રી પર્શાંત ભરતભાઈ શાહને એસીબીએ રૂ. 4,000 ની લાંચ લેતા રંગે હાથ પકડી લીધો હતો. તલાટીએ મકાનની એન્ટ્રી પાડવા ફરયાદી પાસેથી લાંચ માંગી હતી. મામલતદાર કચેરીમાં એસસીબીની ટ્રેપને પગલે મામલતદાર કચેરીમાં હડકંપ મચી ગયો હતો. ટ્રેપ થયાનાં સમાચાર વાયુવેગે પર્સરી જતા કેટલાક કમીર્ઓ રીતસરના ફફડી ગયા હતા. ઘટના અંગે એસીબીએ આગળની તજવીજ હાથ ધરી હતી.