ગઢશીશામાં જુગાર રમતી 5 મહિલા ઝડપાઇ

ગઢશીશા ગામે બાતમીના આધારે પોલીસે રેડ પાડીને તીનપતીનો જુગાર રમતી 5 મહિલાને 1,300ની રોકડ તેમજ 5,500 ના 4 મોબાઇલ સહિત 6,800 ના મુદામાલ સાથે પકડી પાડી હતી. મહિલા પોલીસ રમીલાબેન બાબુલાલ શાહુએ પૂર્વ બાતમીના અધારે ગઢશીશા ગામે સર્વિસ સ્ટેશનની બાજુમાં કમળાબેન મેઘજી ચૌહાણના મકાનની બહાર પોલીસે ટીમ સાથે રેડ પાડી હતી. રેઇડ દરમિયાન જુગાર રમી રહેલા કેશરબેન બાબુ કોલી, નૂરજામા હુસેનશા સૈયદ, કમળાબેન મેઘજી ચૌહાણ, કલાવંતીબેન સુરેશભાઇ જોષી, તેમજ પ્રીતીબેન મયુરભાઇ જોષીને રંગે હાથે પકડી પાડ્યા હતા. તેમના કબજામાંથી રોકડ મુદામાલ જપ્ત કરી ગઢશીશા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *