ભુજ ખાતે આવેલ લોડાઈ ગામમાં 31 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image

ભુજ ખાતે આવેલ લોડાઈ ગામમાં 31 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ ખાતે આવેલ લોડાઈ ગામમાં રહેતા 31 વર્ષીય શત્રુઘન શામજી ડાંગર નામના યુવાને કોઈ કારણોસર પોતાના ખેતર પર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની જાણ થતાં જ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પદ્ધર પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ આદરી છે.