અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં એક શ્રમિક પોતાના પરિવાર સાથે બેન્સામાં ઉભેલ ટેમ્પોમાં સવાર થઇને ફરાર થઈ જતાં પોલીસ મથકે ફરિયાદ

  અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં એક શ્રમિક પોતાના પરિવાર સાથે બેન્સામાં ઉભેલ ટેમ્પોમાં સવાર થઇને ફરાર થઈ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચોરીના બનાવ અંગે મેઘપર બોરીચીમાં રહેનાર કાંતિલાલ હરિલાલ દ્વારા પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર    ફરિયાદી  સુથારી કામ આર. કે. ટિમ્બરમાં ચલાવે છે, જ્યાં તેમના 17 જેટલા મજૂરો કામ કરે છે.  જેમાં એક શ્રમિકે ફરિયાદીનો ટેમ્પો બેન્સામાં રાખી ચાવી પોતાના રૂમ બહાર ખીલીમાં રાખેલ હતી.  જે ચાવી આરોપી શખ્સે ઉપાડી આ ટેમ્પો ચાલુ કરી તેમાં પોતાના પરિવારજનો સાથે સવાર થઈ નાસી છૂટ્યો હતો. પોલીસે આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ  ધરી છે.