રાજસ્થાનના એક વેપારી સાથે સસ્તા તેલના નામે 6.50 લાખની પડાવી લેવાયા
copy image

રાજસ્થાનના એક વેપારી સાથે સસ્તા તેલના નામે 6.50 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર રાજસ્થાનના એક વેપારી સાથે સસ્તામાં ઇન્ડસ્ટ્રીલ ઓઇલ આપવાનું જણાવી ઠગબાજોએ રૂા. 6,50,000 પડાવી લીધા હતા. આ બનાવ અંગે રાજસ્થાનના સાવરમાં રહેનાર આશારામ છીતરલાલ મીણા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર રાજસ્થાનના સાવરમાં રહેનાર ફરિયાદીને ઇન્ડસ્ટ્રીયલ ઓઇલની જરૂરિયાત હોવાના કારણે ઇન્ડિયા માર્ટ વેબસાઇટ થકી તેમનો સંપર્ક એક શખ્સ સાથે થયેલ, અને બાદમાં તેમને વાતચીત કર્યા બાદ એક લિટર ઓઇલના રૂા. 54 લેખે 12 હજાર લિટરના રૂા. 6,48,000 તથા રૂા.38,000 ગાડી ભાડાના નક્કી કરાયા હતા.ત્યાર બાદ ફરિયાદી અને તેનો મિત્ર ગાંધીધામ આવેલ હતા, જ્યાં એક કારમાં અજાણ્યા શખ્સ તથા ડ્રાઇવરે બંનેને બેસાડી કંડલાના પોર્ટ નજીક લઈ જવામાં આવેલ હતા, જ્યાં અજાણ્યા શખ્સે ઓઇલના નમૂના આપેલ હતા, ત્યાર બાદમાં આરોપી શખ્સનાં માણસે પૈસાની માગણી કરતાં ફરિયાદીએ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરવાનું કહેતા તેને ના કરી હતી. જેથી ફરિયાદીએ જુદા જુદા એ.ટી.એમ. અને પોતાના મિત્રોથી પૈસા લઇને અજાણ્યા શખ્સને રૂા. 6,50,000 આપેલ હતા. બાદમાં ફરિયાદીએ આરોપી શખ્સોને ફોન કરતાં આ શખ્સોએ ક્યારેક ગાંધીધામ તો ક્યારેક સામખિયાળી આવવાનું કહેતા હતા. ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થયા હોવાનું ધ્યાને ચડતા તેને આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.