રાપર પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પુર્વ -કચ્છ, ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ ક૨વા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની ટીમ રાપર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત આધારે આરોપી અમીરાજસિંહ અજીતસિંહ જાડેજા ની કબ્જાની દરબારવાસ ૨વ ગામે આવેલ ઓરડીમાંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ પકડી પાડી ડાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
આરોપીઓનાં નામ
(૧) અમીરાજસિંહ અજીતસિંહ જાડેજા રહે. ૨વ તા.રાપર
(૨) નરપતસિંહ ઉર્ફે મુન્નો મહિપતસિંહ જાડેજા રહે. ૨વ તા.રાપર
કબ્જે કરેલ મુદ્દામાલ
વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૦૨ કિ.રૂ. ૭૮,૧૨૦/-
વિદેશી દારૂની ૧૮૦ એમ.એલ.ના કવાટરીયા નંગ-૯૬૦ કિ.રૂ. ૯૬,૦૦૦/-
વિદેશી દારૂના ૫૦૦ એમ.એલ.ના બીયર ટીન નંગ-૪૫૬ કિ.રૂ. ૪૫,૬૦૦/-
डुस डि.३. २,१८,७२०/-
આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.