ચૂંટણી જાહેર થયાના 61 કલાકમાં 1.06 કરોડનો વિદેશી શરાબ ઝડપાયો

કન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા રવિવારના સાંજના અરસામાં લોકસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી તે સાથે જ આચારસંહિતા અમલી બની ગઇ હતી. ચૂંટણી જાહેર થઇ તે સમયથી લઇને બુધવારના સવારના અરસા સુધીના 61 કલાકમાં જ ગુજરાતમાં વિવિધ સ્થળોએથી 1.06 કરોડનો વિદેશી શરાબ, 1.86 લાખનો દેશી દારૂ મળી કુલ 1.64 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચના કાયદો વ્યવસ્થાના નોડેલ ઓફિસર અને એડિશનલ ડીજીપી સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે ચૂંટણી જાહેર થઇ ત્યા રથી અત્યાર સુધીમાં પ્રોહિબિશનના 2259 કેસ નોંધાયા છે જેમાં 1827ની અટક કરવામાં આવી છે. રાજ્યમાં હથિયાર માટેના કુલ 56,890 પરવાના છે જે પૈકી અત્યાર સુધીમાં 10,023 હથિયાર પોલીસ સ્ટેશનોમાં જમા થયા છે. 10 લાખથી વધુ રોકડનાપુરાવા હશે તો કબ્જે  નહીં થાય પણ આઇટીને જાણ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *