નખત્રાણા ખાતે આવેલ રોહા-કોટડા માર્ગ પર મિક્સર વાહન પલટી જતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 28 વર્ષીય યુવાનનું મોત
copy image

નખત્રાણા ખાતે આવેલ રોહા-કોટડા માર્ગ પર મિક્સર વાહન પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 28 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ કોટડા-રોહા જતા માર્ગે કન્સ્ટ્રકશનના કામનાં મિક્સર મશીનનું ટ્રેઈલર પલટી મારી ગયેલ હતું. આ ગાડી પલટી મારી જતાં તેનો ચાલક સોનુદેવ જાદવ તેના નીચે દબાઈ જતાં ગંભીર ઇજાઓના પગલે તેનું મોત નીપજયું હતું. જાણવા મળી રહ્યું છે કે, આ યુવાનના મૃતદેહને નખત્રાણાની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવેલ હતો.