વ્યારા : દારૂના ગુનામાં છેલ્લા બે મહિનાથી ફરાર શખ્સ ઝડપાયો
વ્યારા પોલીસ ટીમના જવાનોએ દારૂના ગુનામાં છેલ્લા બે મહિનાથી ફરાર શખ્સને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર વ્યારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.એમ.અમીન ટીમના માણસો સાથે વ્યારા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પીએસઆઈ પી.એમ.અમીનને ખાનગી રહે મળેલ બાતમીના આધારે ચીખલી પોલીસ સ્ટેશનના થર્ડ ગુ.ર.નં.20/2019 પ્રોહી એક્ટ કલમ મુજબના ગુનાનો વોન્ટેડ શખ્સ અનીલભાઈ વિનોદભાઈ ઢોડીયા પટેલ રહે,સિંગી ફળિયું,વ્યારા-તાપીને વ્યારા રેલ્વે સ્ટેશન પાસેથી પકડી પાડી તેને સીઆરપીસી કલમ મુજબ ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.