બાયડના ડેમાઈ ગામે બે જુથ વચ્ચે મારામારી, પાણી ભરવા અંગે ઝઘડા બાદ સામસામે ફરિયાદ

બાયડ :  અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ ગામે મંગળવારે ગ્રામ પંચાયતના જાહેર આર.ઓ પ્લાન્ટમાંથી પાણી ભરવા પહોંચેલા દલિત યુવાનને રોકી તેની અદાવત રાખી ગેરકાયદેસર મંડળી રચી યુવકના પરિવાર પર ઘાતક હુમલો કરતા ૪ લોકોના શરીરે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. જૂથ અથડામણને પગલે પોલીસે દોડી આવી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. સામા જૂથે મહિલાની છેડતી અને લૂંટની ફરિયાદ બાયડ પોલીસ સ્ટેશનમાં લખાવી હતી. ડેમાઈ ગામના અગ્રણીઓએ ગામમાં શાંતિ જાળવવા બંને પક્ષોને સમજાવવા પ્રયત્નો હાથધર્યા હતા. ડેમાઈ ગામે અને બાયડ પોલીસ સ્ટેશનમાં અનુ.જાતિ સમાજના ટોળેટોળા ઉમટ્યા હતા. પોલીસમાં લખાયેલી ફરિયાદ અનુસાર, બાયડના ડેમાઈ ગામે રમેશભાઈ નરસિંહભાઇ મહેશ્વરીનો પુત્ર પ્રશાંત મંગળવારે ગ્રામ પંચાયતના જાહેર આર.ઓ પ્લાન્ટમાં પાણી ભરવા જતા પાણી ભરતો રોકી ઝગડો કરી એટલે થી ન અટકતા ઝગડાની અદાવત રાખી યક્ષ વિપુલભાઈ પટેલ, મનીષ દેવાભાઇ પટેલ, હર્ષ ઉર્ફે હકો ગિરીશભાઈ પટેલ, મિતેષ ગીરીશભાઈ પટેલ, માનુષ ગીરીશભાઈ પટેલ, દેવા ભાઈ પટેલ, કાંતિભાઈ બેચરભાઈનો પૌત્ર, જીગ્નેશ અમૃત ભાઈ પટેલે હાથમાં ઘાતક હથિયારો સાથે ઘૂસી આવી પ્રશાંતભાઈ પર હુમલો કરી ગંભીર ઈજાઓ કરતાં દેવાભાઇ પટેલે લક્ષ્‍મીબેનના પીઠના ભાગે ઘા ઝીંકી ગડદાપાટુનો માર મારતા ઇજાગ્રસ્તોને તાબડતોડ સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. હાલ ડેમાઈ ગામમાં અજંપાભરી સ્થિતિ પ્રવર્તી રહી છે બાયડ પોલીસે રમેશભાઈ નરસિંહભાઈ મહેશ્વરીની ફરિયાદના આધારે દલિત પરિવાર પર હુમલો કરનાર ૮ ઇસમો સામે આઈપીસી કલમ તથા જીપીએકટ કલમ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તજવીજ હાથ ધરી હતી. સામે પક્ષે ડેમાઈ ગામના માલવિકા બેન વિપુલ ભાઈ પટેલે રમેશભાઈ નરસિંહભાઇ મહેશ્વરીએ અને અન્ય અજાણ્યા ઇસમે મહિલાના ખેતરમાં પહોંચી એકલતાનો લાભ લઇ તું મને બહુ ગમે છે કહી બળજબરી કરી લાજ લેવાનો પ્રયત્ન કરતા મહિલાએ પ્રતિકાર કરતા રમેશભાઈ મહેશ્વરીએ મહિલાના ગળામાં પહેરેલા સોનાના દોઢ તોલાનો દોરો કિંમત રૂ. ૨૫,૦૦૦તથા રોકડ રકમ રૂ. ૧,૫૦૦ કાઢી લઈ મહિલાનો પીછો કરી તેના ઘરે જઈ વિપુલભાઈ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થતા માલવિકાબેન પટેલે બાયડ પોલીસ સ્ટેશનમાં રમેશ મહેશ્વરી અને અન્ય અજાણ્યા ઈસમ સામે ફરિયાદ લખાવતા બાયડ પોલીસે ઇપીકો કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *