મોરબીના 4 ઇસમો ઇન્દોરમાં ગેરકાયદેસર હથિયાર અને 184 જીવતા કારતુસ સાથે પકડાયા
મોરબી : લોકસભા ચૂંટણી નજીક છે, ત્યારે ઇન્દોરમાંથી ચાર ઇસમો ૩૨ એમ એમ રિવોલ્વર તેમજ ૧૮૪ જીવતા કારતુસ અને છ રાઉન્ડની રિવોલ્વર સહિતના ઘાતક હથિયારો સાથે પકડાયા છે અને ચારેય ઇસમો ગુજરાતના મોરબીના રહેવાસી હોય ત્યારે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના સ્ટાફે પકડાયેલા ઇસમોઓની સધન પુછપરછ ચલાવી છે. મોરબીના ચાર ઇસમોને સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના સ્ટાફે ઇન્દોરમાંથી ગેરકાયદેસર હથિયારો સાથે પકડી લીધા છે. મોરબીના વીરેન્દ્રસિંહ નટુભા જાડેજા, વીરેન્દ્રસિંહ ચંદુભાઈ કાનગડ, હાર્દિક પ્રવીણભાઈ પ્રજાપતિ અને ગીરીરાજસિંહ કનુભા જાડેજાને પકડી પાડીને તેની પાસેથી પોઇન્ટ ૩૨ એમ.એમ રિવોલ્વરના ૧૮૪ જીવતા કારતૂસ અને છ રાઉન્ડની એક રિવોલ્વર ઝડપાયેલ છે. એસટીએફના સ્ટાફે બાતમીને આધારે જીજે ૩૬ ૭૭૭૯ નંબરની સફેદ કલરની કારને આંતરી લઈને તપાસ લેતા હથિયારો મળી આવ્યા હતા. જે તમામ હથિયારો ગેરકાયદેસર હોય જેથી ચાર ઇસમોની અટક કરવામાં આવી છે. મોરબીના રહેવાસી વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, વિરેન્દ્રસિંહ ચંદુભાઈ કાનડગ, ગીરીરાજસિંહ કનુભા જાડેજા, હાર્દિક પ્રવીણભાઈ પ્રજાપતિ સહિતના ચાર યુવાનો કારતુસની હેરાફેરી કરતા હોવાનું તેને પોલીસ સમક્ષ કબુલાત આપી છે. તેમજ વિરેન્દ્રસિંહ જાડેજા અગાઉ પણ મર્ડર, હથિયારો જેવા ગુનામાં પોલીસના ચોપડે ચડી ચુક્યો છે. એસટીએફ સ્ટાફે બાતમીને આધારે ચારેય ઇસમોને પકડી પાડીને હથિયારો કબ્જે કર્યા છે અને પકડાયેલા ઇસમોની એસટીએફ સ્ટાફે સઘન પુછપરછ ચલાવી છે. ગુજરાતના મોરબી શહેરના વતની એવા ચારેય ઇસમો હથિયારો ક્યાંથી મેળવતા હતા અને કોને સપ્લાય કરવા જતા હોય તે દિશામાં વધુ કાર્યવાહી ચલાવી રહ્યા છે.