જંબુસર : ડાભા ચોકડી વિસ્તારમાં ટેમ્પો અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક નું મૃત્યુ
જંબુસર ડાભા ચોકડી વિસ્તાર પ્રીતમપાર્ક સોસાયટી નજીક અજણ્યા ટેમ્પો ચાલકે બ્રેક મારતા પાછળથી આવી રહેલ બાઈક નં. જીજે ૧૬ બીએલ. ૪૩૮૯ ધડાકાભેર અથડાતા જંબુસરના ઢોળાવ ફળિયાના રમેશ ચંદુ પટેલનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. રમેશ ચંદુ પટેલ કંપનીમાં નોકરી કરતા હોય તેમ રાબેતા મુજબ નોકરી પર જતા સમયે આ અકસ્માતે મૃત્યુને ભેટતા સમગ્ર જંબુસરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. આ બનાવના પગલે એક તબ્બકે જંબુસર વડોદરા રસ્તા ઉપર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. તો બીજીબાજુ પોલીસ ઘટનાસ્થળે ઉપર આવી અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.