અંકલેશ્વર : નવા તરીયા પાસે પીકપ અને બાઇક વચ્ચે અકસ્માત,૧ શખ્સનું મૃત્યુ
અંકલેશ્વર-હાંસોટ રસ્તા ઉપર આવેલ નવા તરીયા બસ સ્ટેન્ડ નજીક પીકઅપ ચાલકે બાઇકને ટક્કર મારતા એક શખ્સનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો પ્રમાણે અંકલેશ્વર તાલુકાના જુના શક્કરપોર ખાતે રહેતા બાબુભાઈ રણછોડભાઈ વસાવાનો ભાણિયો 20 વર્ષીય કિરણ ઉર્ફે સાગરભાઈ ફતેસિંગ વસાવા પોતાની મોટરસાયકલ નંબર જીજે 16 એઆર 4112 લઈને ગત સાંજના અરસામાં અંકલેશ્વર-હાંસોટ હાંસોટ રસ્તા ઉપર આવેલ નવા તરીયા બસસ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન પુરપાટ અને ગફલતભરી રીતે ઘૂસી આવેલ પીકઅપ કાર નંબર જીજે 16 ઝેડ 8536 ના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકસવારને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત બાબતે અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાવા પામ્યો છે.