લ્યો અરવલ્લીના બુટલેગરે સ્કૂલ પાસે જ ૩૮,000 નો શરાબ ઝડપાયો
અરવલ્લી જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી શરાબની રેલમછેલ જોવા મળે છે દેશીદારૂની સાથે વિદેશી શરાબના બંધાણીઓ અને ખાસ કરીને યુવાનો વિદેશી શરાબના રવાડે ચઢતા અને હોળી-ધુળેટીના તહેવારમાં વિદેશી શરાબની ખપત વધતા બુટલેગરો પણ દારૂબંધીનો ફાયદો ઉઠાવી મોટા પ્રમાણમાં વિદેશી શરાબ ઠાલવી રૂપિયા રળી રહ્યા છે. માલપુર પોલીસે ટીસ્કી ગામના નામચીન બુટલેગર હેમંત ઉર્ફે રામો ઉર્ફે અનિલ સુનિલભાઈ જયસ્વાલે ટીસ્કી પ્રાથમિક શાળા પાસે રૂ. ૩૮,૨૦૦ નો વિદેશી શરાબ કબ્જે કર્યો હતો. પોલીસ દરોડો થતાં બુટલેગર નાસી છૂટવામાં આબાદ સફળ રહ્યો હતો. અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલ જીલ્લામાં દેશી-વિદેશી શરાબનું વેચાણ અને પરિવહન અટકાવવા સતત પ્રયત્નશીલ છે, પરંતુ સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની મીલીભગતથી દેશી દારૂની ભઠ્ઠીઓ ગ્રામ્ય વિસ્તારમાં ધમધમી રહી છે, અને વિદેશી શરાબની ગમે તે બ્રાન્ડ માંગો ત્યારે હાજર કરનાર બુટલેગરોનો ટોટો નથી મોડાસામાં ૨ થી ૩ બુટલેગર એક્ટિવામાં હોમડિલિવરી અપાતા હોવાની વાત જગજાહેર છે. માલપુર પીએસઆઈ કે. એસ. સીસોદીયા અને તેમાના સ્ટાફે બાતમીના આધારે ટીસ્કી પ્રાથમિક શાળા પાસે ટીસ્કી ગામના પ્રોહી. લિસ્ટેડ બુટલેગર હેમંત ઉર્ફે રામો ઉર્ફે અનિલ સુનિલભાઈ જયસ્વાલે મારુતિ અલ્ટો કાર નબર. જીજે 09 બીબી 0454 માં વેચાણ માટે સંતાડી રાખેલો વિદેશી શરાબની બોટલ, ક્વાંટરીયા અને બિયર નંગ ૩૫૦ કિંમત રૂ. ૩૮,૨૦૦ નો જથ્થો કબ્જે કરી કારની કિંમત રૂ.૧,૫૦,૦૦૦ મળી કુલ. રૂ. ૧,૮૮,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બુટલેગર હેમંત ઉર્ફે રામો ઉર્ફે અનિલ સુનિલ જયસ્વાલ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.