ડાંગ : આંબાપાડા પાસે સરકારી અને ખાનગી બસ વચ્ચે સર્જાયો અકસ્માત, ૩ શખ્સોના મૃત્યુ
ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં આંબાપાડા ગામ પાસેનાં યુટર્ન વળાંકમાં એસટી બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે ગોઝારો અકસ્માત થતા એસટી બસનાં બે મુસાફરો અને ખાનગી લકઝરી બસનો એક મુસાફર મળી કુલ ત્રણ શખ્સોઓનાં મૃત્યુ નીપજવાની સાથે પાંચને ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં રીફર કરાયા હતા. મળતી વિગતો મુજબ વઘઇથી સાપુતારાને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં આંબાપાડા ગામ પાસે મંગળવારના ગત રાત્રના અરસામાં ભાવનગરથી શિર્ડી જતી ગુજરાત એસટી નિગમની એસટી બસ. નંબર જી.જે.18.3126ને શિર્ડીથી રાજકોટ જતી ખાનગી લકઝરી બસ નબર .જી.જે.03.બી.ડબલ્યુ.8080નાં ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અથડાવી દેતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો, મંગળવારના ગત રાત્રના અરસામાં બનેલ ઘટનામાં બંને બસનાં મુસાફરોની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. આ અકસ્માતની જાણ સાપુતારા પોલીસ સ્ટેશને થતા તેઓ તત્કાળ ઘટનાસ્થળે ધસી જઈ બચાવની કામગીરી હાથ ધરી હતી, અકસ્માત એટલો ભયાનક હતો કે એસટી બસની પાછળ બેસેલા મુસાફરોને ગંભીર ઇજાઓપહોંચી હતી, સાથે ડ્રાઈવર અને કંડકટરને કોઈ ઇજાઓ થઈ ન હતી, બંને બસનાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 દ્વારા વઘઇ સી.એચ.સી ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જયાં માનસીબેન અજયભાઈ અખાડે ઉ.25. રે. નાસિક તથા સુધીર મોહન પાંડે રે. વાપીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતુ, જ્યારે બંને બસોમાં સવાર પાંચ જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ થતાં તેઓને વલસાડ સિવિલમાં રીફર કરાયા હતા, અકસ્માતમાં ખાનગી લકઝરી બસનાંચાલકે ગફલતભરી રીતે હંકારી નાસી ગયો હતો, આ બનાવ સંદર્ભે એસ,ટી. બસનાંચાલક ડી.કે,રાઠોડ દ્વારા સાપુતારા પોલીસ સ્ટેશનમાં લકઝરી બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ પી.એસ.આઈ. એમ.એલ.ડામોર કરી રહ્યા છે.