ગાંધીનગર વિજિલન્સ સ્ટાફના આમોદનાં જુગારધામ પર રેડ
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આજે સવારના અરસામાં વિજિલન્સે રેડ પાડતા વરલ્લી મટકાનો જુગાર રમી રમાડતા આશરે ૧૮ ઇસમોઓને ઝડપી પાડી ધરપકડ કરી હતી. જેથી આમોદ તાલુકામાં ગેરકાયદેસર ચાલતા જુગારધામ અને ઇસમોઓમાં ફફડાટ વ્યાપીજવા પામ્યો હતો. આમોદ પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરના હે.કો.નટવરસિંહએ પોલીસ ફરિયાદ લખાવી હતી. જેથી જુગારધામ ઉપર રેડ પાડતા ત્યાં હારજીતનો જુગાર રમી રમાડતા મેહબૂબ ફ્રુટવાલા , પૂનમ રાઠોડ ,ગુલામ મલેક, જયેન્દ્ર વસાવા, શાહિદ, મુસ્તાક મલેક, વિનોદ પંડ્યા,ચીમન રાઠોડ, કરસન પરમાર, કાલિદાસ વસાવા, અકબર, રાજેશ વસાવા, રામસંગ રાઠોડ , કાલિદાસ રાઠોડ, રાકેશ વસાવા,રાજેશ સોલંકી, વિજય રાઠોડ, મંગળ વસાવા મળી કુલ ૧૮ ઇસમોને પકડી પાડ્યા હતા. પોલીસે તેમની અંગજડતી માંથી રૂ. ૬૩,૩૧૧ તેમજ મોબાઈલ નંગ ૮ મોટરસાયકલ નંગ ૧ અને ટેમ્પો મળી કુલ રૂ. ૨,૦૯,૮૧૧ની મત્તા જપ્ત કરી બધા વિરુધ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.