મુન્દ્રામાં લાયસન્સ વગરના હથિયાર સાથે ગાર્ડ ઝડપાયો
મુંદરાના અદાણી પોર્ટમાં ગેરકાયદેસર લાયસન્સ વગર હથિયાર રાખનાર ચેકમેટ કંપનીના સિક્યુરીટી ગાર્ડને પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ઓપ્રેશન ગૃપના સ્ટાફે પકડી પાડ્યો હતો. મુળ યુપીના અને હાલ મુન્દ્રાના ઝરપરા ગામે લેબર કોલોનીમાં રહેતા અને અદાણી પોર્ટમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રામસેવક ભુંમજીત ત્યાગી (ઉ.વ.46) એ પોતાના પાસે રહેલા હથિયાર બાબતે નિયમ મુજબ હથિયારના લાયસન્સની સ્થાનિકે જિલ્લા મેજિસ્ટ્રેટ કે અન્ય અધિકારી સમક્ષ નોંધણી કરાવી ન હોઇ ગુનો કરતાં શખ્સ વિરૂધ્ધ આર્મ્સ એક્ટની કલમના ભંગ બદલ ધરપકડ કરી એસઓજીએ કાયદેસર તજવીજ હાથ ધરી છે. બંદુક તથા કાર્ટીઝ ડીપોઝટ તરીકે મુન્દ્રા પોલીસ સ્ટેશને જમા કરાવી આગળની તજવીજ કરવા મુન્દ્રા પોલીસે સોંપવામાં આવ્યો છે.