શામળાજી અણસોલ ગામ પાસે સ્કોર્પિઓમાંથી ૩.૩૮ લાખનો દારૂ સાથે હરિયાણાના 2 ઇસમો પકડાયા
શામળાજી : ગાંધીના ગુજરાતમાં હોળી-ધુળેટીના તહેવારમાં કેટલાક દારૂના શોખીનો રંગે રંગાવાની સાથે વિદેશી દારૂની મહેફિલ માણી ઝુમતા હોવાથી વિદેશી દારૂની માંગમાં મોટા પ્રમાણમાં વધારો થતો હોય છે. બુટલેગરો દારૂની હેરાફેરીમાં લકઝુરિયસ વાહનોનો ઉપયોગ કરી પોલીસની આંખમાં ધૂળ નાખતા હોય છે. શામળાજી પોલીસે અણસોલ ગામની પાસેથી પસાર થતી ન્યુ-બ્રાન્ડેડ સ્કોર્પિઓ કારમાંથી ૩.૩૮ લાખનો વિદેશી દારૂ પકડી પાડી હરિયાણાના ૨ ઇસમો બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. શામળાજી પીએસઆઈ કેતન વ્યાસ અને તેમના સ્ટાફે રતનપુર ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા નાના-મોટા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાતા અણસોલ ગામની સીમમાંથી પસાર થતી સ્કોર્પિઓ કાર નંબાર ડીએલ 1 એનએ 2905 ને રોકી તલાસી લેતા સ્કોર્પિઓ કારમાં સંતાડીને રાખેલી વિદેશી દારૂની પેટી ૯૪ બોટલ નંગ ૧૧૨૮ કિંમતરૂ.૩,૩૮,૪૦0 નો જથ્થો કબ્જે કરી બીરભાન રણધીરસિંગ જાટ અને અનિલ દલબીર પંડિત (બંને, રહે ગોસાઈ ખેડા, હરિયાણા) ની અટક કરી સ્કોર્પિઓની કિંમત ૫,૦૦,૦૦૦ થતા મોબાઈલ નંગ ૨ કિંમત રૂ. ૪,૦૦૦ મળી કુલ રૂ. ૮,૪૨,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી વિદેશી દારૂ ભરી આપનાર હરિયાણાના જુલાનાના બુટલેગર આશિષ ઉર્ફે છોટી સામલો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. શામળાજી તરફથી આવનારો વિદેશી દારૂ ક્યાં જવાનો હતો…? તેની કાર્યવાહી પોલીસે હાથધરી હતી.